હવે અનામત કેટેગરીમાં વિકલાંગ, પ્રજ્ઞાચક્ષુઓ માટે ૧ ટકા રિઝર્વેશન.
Posted by ANKURSIR on Wednesday, January 15, 2014
ગુજરાત સરકારે આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગ,અનુસૂચિત જાતિ,અનુસુચિત જનજાતિ માટે સરકારી નોકરીઓમાં રહેલા અનામતમાં પણ વિકલાંગ,પ્રજ્ઞાચક્ષુ અને શ્રવણની ખામીધરાવતા ઉમેદવારો માટે પણ એક ટકાજગ્યાઓ રિઝર્વેશન રાખવાનું એલાન કર્યં છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે પરિપત્ર બહાર પાડયો
સરકારી નોકરીઓમાં અનામતમાં પણ અનામતનો ક્વોટા.
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ગત નવેમ્બર મહિનામાં આપેલી મંજૂરી બાદ આદિજાતિ વિભાગે ૧લી જાન્યુઆરીએવર્ગ-૧,૨ અને ૩ની ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીથી થનારી નિમણુંકમાં નવેસરથી વિકલાંગ,પ્રજ્ઞાચક્ષુ અને શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટેના અનામતનો અમલ થઈ શકે તે રીતે નવી નિમણુંકોમાં વ્યવસ્થા રાખવા નિર્ણય કર્યો છે. આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ જ્યોતિ કે. પટેલની સહીથી પ્રસિધ્ધ પરિપત્રમાં વર્ગ-૧ના ડેપ્યુટી ડાયરેક્ટર,ક્લાસ- ૨ના સમાજ કલ્યાણ અધિકારી, આચાર્ય તેમ જ વર્ગ- ૩ના અધિક્ષક, હેડ ક્લાર્ક,ઉચ્ચ માધ્યમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક,જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે અંધત્વ અથવા ઓછી ખામી,શ્રવણની ખામી અને હલન ચલનની વિકલાંગતા અથવા મગજના લકવાગ્રસ્ત ઉમેદવારો માટે એક-એક ટકા જગ્યા અનામત રાખવામાં આવી છે. જ્યારે શિવણ સંચાલિકાની વર્ગ-૩ની જગ્યાઓ માટે હલન ચલનની વિકલાંગતા અથવા મગજના લકવાને બાદ કરતા અન્ય બંન્ને કેટેગરી માટે ૧.૫ ટકા જગ્યાઓ અનામત રહેશે. પરિપત્રમાં ખાસ સ્પષ્ટ્રતા કરવામાં આવી છે કે,જો ઉપરોક્ત કેટેગરીની વિકલાંગ વ્યક્તિઓ એક ભરતી પ્રસંગે ઉપલબ્ધ ન થાય તો તેવી અનામત જગ્યઓ સરકારના પ્રવર્તમાન હુકમો મુજબે જે ભરતી પછીની ત્રણ ભરતી પછી આગળ ખેંચીને ભરવાની રહેશે. ત્યારબાદ આવી અનામતની જગ્યા આપોઆપ રદ્દ થઈ જશે. ટૂંકમાં અન્ય વિભાગોમાં પણ અનામતની જગ્યાઓમાં વિકલાંગ,પ્રજ્ઞાચક્ષુ અને શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જગ્યાઓ અનામત જાહેર કરાશે