ગુજરાત યુનિર્વસિટી દ્વારા નવેમ્બર-૨૦૧૩માં લેવાયેલ પરીક્ષાના પરીણામ વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યા છે.
Posted by ANKURSIR on Thursday, January 30, 2014
યુનિ. દ્વારા બીબીએ સેમેસ્ટર-૩નું રિઝલ્ટ જાહેર કરી દેવાયુ૮૨.૯ ટકા પરિણામ આવ્યુ : બીકોમ સેમ-૫ અને બીએ સેમ-૩ની એક્સ્ટર્નલ પરીક્ષાનું પરીણામની જાહેર : ૨૨૨ વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીક્શન .
ગુજરાત યુનિર્વસિટી દ્વારા નવેમ્બર-૨૦૧૩માં લેવાય બીબીએ સેમેસ્ટર-૩ની પરીક્ષાનું પરીણામ વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત બીકોમ સેમેસ્ટર-૫ની એક્સ્ટર્નલ અને બીએ સેમેસ્ટર-૩ની એક્સ્ટર્નલ પરીક્ષાના પરીણામ પણ વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યા છે. ગુજરાત યુનિર્વસિટી દ્વારા લેવાયેલ બીબીએ સેમેસ્ટર-૩ની પરીક્ષાનું પરીક્ષાનું ૮૨.૯ ટકા પરીણામ આવ્યું છે. જેમાં કુલ ૨૨૨ વિદ્યાર્થીઓએ ડિસ્ટ્રીક્શન, ૩૨૭ વિદ્યાર્થીઓ ફસ્ટકલાસ ૪૯૫ વિદ્યાર્થીઓ સેકન્ડ કલાસ મેળવવામાં સફળ રહ્યા છે જ્યારે ૨૬૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જ્યારે બીએ સેમેસ્ટર-૩ની એક્સ્ટર્નલ પરીક્ષાનું ૬૮.૯૭ ટકા પરીણામ આવ્યું છે જેમાં ૩૧ વિદ્યાર્થીએ ડિસ્ટ્રીક્શન, ૫૭૭ વિદ્યાર્થીઓ ફસ્ટકલાસ, ૨૦૦૭ વિદ્યાર્થીઓ સેકન્ડ કલાસ અને ૮૫૦ વિદ્યાર્થીઓ પાસ કલાસ મેળવવામાં સફળ રહ્યા છે તો ૧૫૬૪ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે બીકોમ સેમેસ્ટર-૫ની એક્સ્ટર્નલ પરીક્ષાનું ૪૨.૭૬ ટકા પરીણામ જાહેર કરાયું છે જેમાં ૧ વિદ્યાર્થી ડિસ્ટ્રીક્શન, ૨૧ વિદ્યાર્થીઓ ફસ્ટકલાસ, ૧૧૧૯ વિદ્યાર્થીઓ સેકન્ડ કલાસ અને ૫૭ વિદ્યાર્થીઓ પાસ કલાસ મેળવવામાં સફળ રહ્યા છે જ્યારે ૨૬૪ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. યુનિર્વસિટી દ્વારા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૩માં લેવાયેલ અન્ય પરીક્ષાના પરીણામો પણ આગામી એક-બે દિવસમાં જાહેર કરવામાં આવશે