BREAKING NEWS:-1200 TALATI AND 376 CLERK BHARTI DECLARE.
Posted by ANKURSIR on Thursday, January 16, 2014
Total post: -1500
ADVERTISING TIME :-
16/01/2014 To30/01/2014
QUALIFICATION:-12 PASS
AGE LIMIT:- 18 TO 28 YEARS ON 31/1/2014
EXAM DATE:-23 FEBRUARY
2009 NI BHARTI MA BACK LOG NI 76 JAGYAO
PAN AA BHARTI MA BHARVAMA AVSE.
Recent news:- ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા પંચાયત ક્ષેત્રના ૧૨૦૦ તલાટીઓ અને ૩૭૬ કલાર્ક માટે ભરતીની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. બે દિવસ પહેલા તમામ જીલ્લા પંચાયતના અધિકારીઓની બેઠક સરકારે બોલાવેલ. જેમાં નકકી થયા મુજબ અઠવાડિયામાં જ ભરતી અંગે જાહેરાત પ્રસિધ્ધ કરાવી ઓનલાઇન અરજીઓ મંગાવાશે. ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશયન, સ્ટાફ નર્સ વગેરેની પણ ભરતી થનાર છે.સરકાર દ્વારા વર્ગ ત્રણના તલાટી કક્ષાના ૧૨૦૦ કર્મચારીઓ અને કલાર્ક કક્ષાના ૩૭૬ કલાર્કની ભરતી માટે પ્રક્રિયા ગતીમાં આવીછે. હાલ નકકી થયા મુજબ તા. ૧૮ થી ૨૦ના અરસામાં જે તે જીલ્લા પંચાયત દ્વારા જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવાશે. દરેક જીલ્લા પંચાયત પોતાની મંજુર થયેલ જગ્યાના પ્રમાણમાં અરજીઓ મંગાવશેપરંતુ સમગ્ર રાજયની પરીક્ષા રાજયકક્ષાએથી જ લેવાશે.પરીક્ષા તા. ૨૨, ૨૩ ફેબ્રુઆરી આસપાસ યોજવાનું વિચારાઇ રહયુ છે. કોમ્પ્યુટરાઇઝ પેપર તપાસ કરી ફેબ્રુઆરી અંત સુધીમાં નિમણુંકના હુકમ આપી દેવા સુધીની સરકારની તત્પરતા હોવાનું જાણવા મળે છે. લોકસભાની ચુંટણીની આચારસંહિતા લાગુ પડે તે માટે સરકારી નોકરી રૂપી ભેટ મોટા પ્રમાણમાં આપવા સરકારની તૈયારી છે. જો એક મહિનામાં ભરતીની જાહેરાત, લેખિત પરીક્ષા અને નિમણુંક પ્રક્રિયા પુરી થઇ જાય તો ગુજરાતના વહીવટી ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જાશે.તલાટી, કલાર્ક, નાયબ ચિટનીસ વગેરે જગ્યા માટે ઉંમર મર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ વચ્ચેની રહે ઉપલી વય મર્યાદા માટે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૪ની સ્થિતી ધ્યાને લેવાનું નકકી થયુ છે.નિમણુંક પામનાર કર્મચારીને પ્રથમ પાંચ વર્ષ માટે ફિકસ રૂપિયા પ૩૦૦ વેતન અપાશે. ત્યારબાદ રાજય સરકારના નિયમ મુજબ પગાર, ભથ્થા મળવા પાત્ર થશે