Good news :- ટુંક સમયમાં ફેબ્રુઆરીના પ્રારંભે જીપીએસસી દ્વારા ૩૦૦ લોકોની ભરતી થશે ............!
Posted by ankursir on Sunday, January 19, 2014
કલેકટરોની ભરતી માટેની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ કરાશેઃ
ડીએસપી, ટીડીઓ,મામલતદારો, સેકશન ઓફિસરો,
લેબરઓફિસરો, જીલ્લા રજીસ્ટારની કેડરમાં પણ ભરતી થશે.
૧પ વર્ષ પછી ગુજરાત સરકાર ચાલુવર્ષે ડેપ્યુટી કલેકટરોની
ભરતી કરવા જઇ રહી છે.કુલ ૩પ ડે.કલેકટરના ગ્રેડમાં ભરતી
કરવામાં આવશે સરકારીસુત્રોનાજણાવ્યાપ્રમાણેસરકારે ચાલુ વર્ષે
૩પ ડેપ્યુટી કલેકટરોની ભરતી માટેની પ્રક્રિયાને મંજુરી આપી છે.
છેલ્લે ૧૯૯૮માં ડેપ્યુટી કલેકટરોની સીધી ભરતીકરવામાં આવી
હતી. હવે ૧પ વર્ષ પછી આ કેડરમાં નવુ લોહી લેવામાં આવશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ૩પ ડેપ્યુટી કલેકટરોની પોસ્ટ ભરવા
માટેની દરખાસ્ત જીપીએસસીને ટુંક સમયમાં મોકલી દેવામાં
આવશે.ફેબ્રુઆરીના પ્રારંભે જીપીએસસી અરજીઓ મંગાવશે અને
ચાલુ વર્ષે જ ભરતી પ્રક્રિયા પુરી કરાશે. આ ઉપરાંત ગુજરાત
સરકાર ડીએસપી, ટીડીઓ, મામલતદારો, સેકશન ઓફિસરો,
લેબરઓફિસરો, જિલ્લા રજીસ્ટાર અને બીજી કેટલીક જગ્યાઓ
પણ ભરશે. છેલ્લે આ બધાની ભરતી ર૦૧૧માં થઇ હતી. આ
કેડરમાં કુલ ૩૦૦ લોકોની ભરતી થવાની સંભાવના છે