BADLI MATE NA NAVA NIYAMO...
BADLI MATE NA NAVA NIYAMO...
પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે સરકારે નવા સુધારેલા નિયમો કર્યા.
-> જિલ્લા ફેર જવા ઈચ્છુકોને અગ્રતા ન અપાતા નારાજગી
રાજકોટ : રાજય સરકારે તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોની બદલીમાં સુધારાઓ કરતો નવો પરિપત્ર જારી કર્યો છે.જેમાં પતિ પત્નીના કેસમાં અને જિલ્લા ફેર બદલી કેમ્પમાં કયા નિયમો લાગુ પાડવા એનો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ આપ્યો છે.ળ
રાજય સરકારે કરેલા પરિપત્રમાં એવી જોગવાઈ કરી છે કે શિક્ષક કે વિદ્યાસહાયક પતિ પત્નીના કેસમાં બન્ને અલગ અલગ તાલુકામાં નોકરી કરતા હોય અને બન્ને ભેગા થવા માગણી કરે તો બે પૈકી એક શાળા કે પગારકેન્દ્ર અથવા તો તે જ તાલુકામાં ખાલી જગ્યા હોય તો બદલી કરવાની રહેશે. અને જો બન્ને પૈકીની શાળા પગાર કેન્દ્રમાં તે તાલુકામાં ખાલી જગ્યા ન હોય તો કોઈ અન્ય તાલુકામાં વધુ ખાલી જગ્યાવાળી શાળામાં બન્ને જવા ઈચ્છતા હોય તો તેની બદલી કરી આપવી. જો પતિ કે પત્ની શિક્ષકની નોકરી કરતા હોય ત્યારે જો કોઈ એક ગુજરાત સરકારના અન્ય ખાતામાં કે પંચાયત સેવા, ભારત સરકારના ખાતા, ગુજરાત સરકારના બોર્ડ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય તો તે બન્નેને પણ શિક્ષક દંપતી જેવા સમાન ધોરણે અગ્રતા આપી બદલી કરી આપવા આદેશ થયો છે. જે શાળામાંથી શિક્ષકોની મંજુર થયેલી જગ્યા દસ ટકાથી ઓછી હોય તો શાળામા ઉચ્ચ પ્રાથમિક/ પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકની કોઈ પણ શાળામાં બદલી કરવામા આવે ત્યારે જો શાળામાં એક કરતા આ સંવર્ગની વધુ જગ્યા ખાલી હોય કે બદલીના કારણે ખાલી પડતી હોય ત્યારે જયાં સુધી બદલી કે નવી નિમણુંક ન થાય ત્યાં સુધી બદલી પામેલા આવા શિક્ષકોને છુટા કરવાના રહેશે નહીં
રાજય સરકારે જિલ્લા ફેર બદલી ઈચ્છુક શિક્ષકોના કિસ્સામાં જેને વર્ષની શ્રેયાન યાદી પુરી થયા બાદ જ ત્યાર પછીના વર્ષની શ્રેયાનયાદીમાંથી જિલ્લા ફેરની નિમણુકો આપવાની રહેશેે.
જિલ્લા ફેર બદલીની ૪૦ ટકા જગ્યાઓપૈકી ૫૦ ટકા જગ્યાઓ નકકી થયેલી અગ્રતા અનુસાર ભરવાની રહેશે. અને ૫૦ ટકા જગયાઓ એક તરફી શ્રેયાનતાના ધોરણે ભરવાની રહેશે.
બન્ને પ્રકારની બદલીઓ માટે સિનિયોરિટી યાદી અલગ અલગ ગણવામાં આવશે. જેથી અગ્રતા ક્રમ વાળી જે તે વર્ષની યાદી પુરી થઈ જાય અને છતાય જો તે કક્ષા માટે બદલીથી ભરવાની જગાઓ ઉપલબ્ધ હોય તો તે પછીના બીજા વર્ષની યાદીમાંથી પણ તે જગ્યાઓ ભરી શકાશે.
જિલ્લા ફેર બદલી માટે શિક્ષકોને બધાથી અગ્રતા ન આપી
વર્ષોથી વતનના દુરના જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને એમના વતનની નજીકમાં જવા માટે બદલી કેમ્પમાં સૌ પ્રથમ સમાવવાનો સરકારે ન નિયમ કરતા આવા શિક્ષકો નારાજ થયા છે. કારણ કે અન્ય જિલ્લામાં પ થી ૧૫ વર્ષ સુધી ફરજ બજાવતા શિક્ષકોને મનમાંગ્યુ સ્થળ મળી શકતુ નથી. અને એ પછી મને કમને ગમે તે સ્થળ પસંદ કરવુ પડે છે અને એની સ્ટેશન સિનિયોરિટીનો પછી નિયમ લાગુ પડતા એ શિક્ષકો વતન નજીક કે વતન સુધી પહોંચવામાં આખી નોકરી પુરી થઈ જાય છે. આથી યોજાતા બદલી કેમ્પમાં સૌ પ્રથમ જિલ્લાફેર બદલી ઈચ્છુકો સ્થળ પસંદગી કરી શકે એવી જોગવાઈ કરે એવા અગ્રતા ભર્યા બદલી કેમ્પમાં સૌ પ્રથમ કેમ્પ કરવાની જરૃર છે જે ન સંતોષાતા નારાજગી ફેલાઈ