ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રશ્નપત્રના પાર્ટ A એ વિદ્યાર્થીઓને રડાવ્યા.
આજે ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રશ્નપત્રના પાર્ટ A વિદ્યાર્થીઓ માટે ખૂબજ અઘરો સાબિત થયો. મોટાભાગના પ્રશ્નો હાયર ઓર્ડર થિકીંગ આધારિત રહ્યા.
સામાન્ય રીતે પ્રશ્નપત્રમાં ૧૦ થી ૧૫ ગુણના પ્રશ્નો હાયર ઓર્ડર થિંકીગના હોય તે વ્યાજબી છે. પરંતુ ૧ કલાકના સમય મર્યાદામાં ૫૦ ગુણના હેતુલક્ષી પ્રશ્નો વિદ્યાર્થીઓ પૂરા કરી શકે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ.
પ્રશ્નપત્ર રચનામાં જ્ઞાન - સમજ - ઉપયોગ અને કૌશલ્યોના પ્રશ્નો તથા સરળ-મધ્યમ-કઠીન પ્રશ્નોની ટકાવારી પણ ધ્યાનમાં લેવામાં આવી નથી તેવું જોવા મળ્યું. કુમળી વયના બાળકો પાર્ટ એ ના પ્રશ્નો જોઈને હતાશા અનુભવી હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
આજના પ્રશ્નપત્રના પાર્ટ એ માં બ્લ્યુ પ્રિન્ટને ઠોકર મારી પેપરસેટરે પોતે હોશિયાર છે તેના દર્શન કરાવ્યા હોય તેવું અનુભવ્યું.પેપરસેટર પોતાની ડહાપણના દર્શન કરાવવા ભલે સફળ રહ્યા હોય પરંતુ સારસ્વત મિત્રોએ એ પણ સમજવું જોઈએ કે ગ્રામ્યકક્ષાના તેમજ શહેરી કક્ષાના બાળકોનું લેવલ એક સરખું હોતું નથી.
પેપરસેટરે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદ્યાર્થી વધુમાં વધું લખતો થાય - વિધ્યાર્થી લખવાનું જ બંધ કરી દે અને ડિપ્રેસ થઈ જાય તેવું પેપર કાઢવાથી પેપર સેટર બુધ્ધિવાન સાબિત થતો નથી.
જરા વિચારો -
એક બાજુ સંખ્યાના અભાવે ફાજલ થતો શિક્ષક ફાજલ ન કરવા બૂમબરાડા પાડે છે તો બીજી બાજુ પેપર હાર્ડ કાઢી કેમ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની પ્રવૃતિને વેગ આપે છે ? કેમ ધોરણ ૧૧ ના વર્ગા બંધ થાય તેમાં તેને આનંદ આવે છે ?
ધોરણ ૧૦ ના ગણિત - વિજ્ઞાનના જ પ્રશ્નપત્રો કેમ હાર્ડ કાઢવામાં આવે છે ?
પ્રશ્નપત્ર સેટરે પરીક્ષામાં પોતાની હોશિયારીના દર્શન કરાવવાના હોય છે કે વિદ્યાર્થી વધુમાં વધું લખતો થાય તેના દર્શન કરાવવાના હોય ?
ગુજરાતી - અંગ્રેજી - સંસ્કૃત જેવા ભાષાના વિષયોમાં પણ વ્યાકરણ કઠિન કાઢી વિદ્યાર્થીઓને રડાવી શકાય છે પરંતુ આજ સુધી ગુજરાતીના પ્રશ્નપત્રએ વિધ્યાર્થીઓને રડાવ્યા નથી.
ધન્યવાદ છે એવા શિક્ષકોને કે જે વિધ્યાર્થીની કસોટી માટે પેપર કાઢે છે - શિક્ષકો માટે નહિ.