સરકારી ઓફિસોમાં ફેસબુક પર પ્રતિબંધ લગાડવા કેન્દ્રનો પ્રસ્તાવ.
- ઓફીશીયલ કમ્યુનીકેશન માટે જીમેઇલ-યાહૂ પર પ્રતિબંધ મૂકી અલગ નેટવર્ક વિકસાવાશે
- જીમેઇલ-યાહૂ કે જેનું સર્વર ભારતની બહાર છે તેવા સર્વર મારફતે માહિતી લીક થઈ શકે
આ ઉપરાંત કેન્દ્ર સરકારે પ્રસ્તાવમાં એ પણ જાહેર કર્યું છે કે સરકારી ઓફિસોમાં ફેસબુક અને ગૂગલ પ્લસ જેવી સોશિયલ નેટવર્કિંગ વેબ સાઈટ્સ પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ.
આ સંદર્ભે ભાજપના એક નેતાએ અગાઉ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.પીટીશન પ્રમાણે સરકારી ઓફિસોમાં ઇન્ટર્નલ કમ્યુનીકેશન માટે વાપરતા જીમેઇલ અને યાહૂ કે જેનું સર્વર ભારતની બહાર છે તેવી વેબ સાઈટ્સ મારફતે ખાનગી માહિતી લીક થઇ શકે છે અને સરકારની આંતરિક બાબતો અન્ય દેશ પાસે પંહોચી શકે છે.આ પીટીશનના પગલે સરકારે આ પ્રકારના પ્રસ્તાવ રજુ કરવો પડ્યો છે.