કેનેડાએ ઇમિગ્રેશન વિઝા પાંચ ગણા વધારતાં ગુજરાતીઓને ફાયદો થશે............!
વિદેશોમાં વસવાટ માટે કેનેડા ગુજરાતીઓનું ટોપ ડેસ્ટિનેશન છે ત્યારે..
કેનેડા દ્વારા ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામને ફરીથી ચાલુ કરીને અરજીની મર્યાદા ૨૫૦૦૦ કરી દેવામા આવી.
ઈમિગ્રેશન વિઝા પર વિદેશોમાં જઈને વસવાટ કરતા ભારતીયોનું ખાસ કરીને ગુજરાતીઓનું ટોપ ડેસ્ટીનેશન કેનેડા છે ત્યારે ઈમીગ્રેશન વિઝા પર કેનેડા જઈને સ્થાઈ થવા માંગતા ગુજરાતીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે.કેનેડાના સિટિઝનશિપ એન્ડ ઈમીગ્રેશન મિનિસ્ટ્રી દ્વારા આજે ઈમીગ્રેશન પોલીસીમાં સુધારો કરતા મહત્વના પગલા રૃપે ઈકોનોમિક ઈમિગ્રેશન પ્રોગ્રામ્સની એપ્લિકેશન્સ લિમિટ વધારાની જાહેરાત કરી છે.કેનેડીયન ગવર્મેન્ટ દ્વારા ઈકોમોનિક પ્રોગ્રામ્સ અંતર્ગત ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામમાં જુદા જુદા ૫૦ વ્યવસાયિક ક્ષેત્રોમાં વિઝા લિમિટ ૫૦૦૦ હજારથી વધારીને ૨૫૦૦૦ કરી દેવામા આવી છે.મહત્વનું છે કે કેન્ડીયન એમ્બેસી દ્વારા કરાયેલા આ ૫ ગણા વધારાને પગલે હવે વધુ સંખ્યામાં ગુજરાતીઓ નોકરી-ધંધા માટે કેનેડા જશે અને સ્થાઈ થશે.
વિદેશોમાં નોકરી-ધંધા માટે જઈને સ્થાયી થવા માટે ગુજરાતીઓ અન્ય દેશોની સરખામણીએ સૌથી પહેલા કેનેડાને પસંદ કરતા હોય છે.ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આઈએલટીએસ અને ટોફેલ સહિતની વિવિધ ઈંગ્લીશ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ પરીક્ષાઓ પાસ કરીને કેનેડામાં સ્ટડી વિઝા પર જતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓની સરખામણીએ ઈમિગ્રેશન વિઝા પર જતા ગુજરાતીઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે.દર વર્ષે અનેક ગુજરાતીઓ ખાસ કરીને અમદાવાદીઓ ઈમીગ્રેશન વિઝા પર કેનેડા જઈને ૩ વર્ષ બાદ સીટિઝનશીપ મેળવી લેતા હોય છે અને ત્યારબાદ સ્થાઈ થઈ જતા હોય છે.કેનેડીયન ગર્વમેન્ટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ફેડરલ સ્કીલ્ડ પ્રોગ્રામ ચલાવાય છે અને જેમાં મેનેજરીયલ,એડમિનિસ્ટ્રેશન, ટેકનિકલ અને પ્રોફેશનલ ઓક્યુપેશન સહીતની જોબ માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ અરજીઓ કરીને ઈમીગ્રેશન વિઝા મેળવતા હોય છે અને ૩ વર્ષની પીઆર એટલે કે પરમેનેન્ટ રેસિડેન્ટશિપ મેળવી લેતા હોય છે ત્યારબાદ કેનેડિયન સિટિઝનશિપ માટેની પરીક્ષા આપીને ત્યાં જ સ્થાઈ થઈ જતા હોય છે.પરંતુ મહત્વનું છે કે કેનેડીયન ઈમિગ્રેશન વિભાગ દ્વારા અગાઉ ૨૦૧૨માં આ ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામને બંધ કરી દેવાયો હતો,જો કે ૨૦૧૩માં કેનેડિયન ગર્વમેન્ટ ફરીથી આ પ્રોગ્રામને ચાલુ કર્યો હતો પરંતુ તેમાં વિઝા એપ્લિકેશન મર્યાદા ૫૦૦૦ જેટલી જ રખાઈ હતી.પરંતુ એકાએક કેેનેડાના સિટિઝનશિપ એન્ડ ઈમીગ્રેશન મિનિસ્ટરે ઈમિગ્રેશન પોલીસીમા સુધારો કરતા કેનેડાના ૨૦૧૫ના એકટીવ રીક્રુમેન્ટ મોડલ એક્સપ્રેસ એન્ટ્રીના ગોલને પુરો કરવા માટે મહત્વના એવા ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ અંતર્ગત વિઝા એપ્લિકેશન લિમિટ ૫૦૦૦થી વધારીને ૨૫૦૦૦ કરી દીધાની જાહેરાત કરી છે.
કેનેડા સરકાર ૨૦૧૫ સુધીમાં સ્કીલ્ડ વર્કરોની પડી રહેલી અછતને દૂર કરીેન વધુ સંખ્યામાં ભારત સહિતના દેશોમાંથી સ્કીલ્ડ વર્કર લાવવા માંગે છે ત્યારે કેનેડા સરકારના આ નવા પગલાથી ગુજરાતીઓને મોટા પાયે ફાયદો થશે.ઉપરાંત કેનેડામાં પરમેનેન્ટ વસવાટ કરવા માંગતા લોકો ખાસ ગુજરાતીઓની સંખ્યામાં ઘણો વધારો થશે.
આ અંગે અમદાવાદના એક ઈમિગ્રેશન કન્સલટન્ટ પાર્થેશ ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા અનેક વર્ષોથી અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પરમેનેન્ટ રેસિડેન્ટશિપ હેઠળ ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામમમાં અરજીઓ થતી હોય છે પરંતુ અત્યાર સુધી કેનેડા દ્વારા આ ઈકોનોમિક પ્રોગ્રામ અંતર્ગત માત્ર ૫૦૦૦ અરજીઓ જ સ્વીકારાતી હતી ત્યારે હવે કેનેડિયન ઈમીગ્રેશન દ્વારા સ્કીલ્ડ વર્કર્સની સંખ્યા સ્થાઈ કરવા માટે તેમજ તેઓની ઈકોનોમિને ફાસ્ટ બનાવવા આ નિર્ણય લેવાયો છે.
કેનેડા જઈને વસવાટ કરવા માંગતા લોકો સહિત ખાસ કરીને ગુજરાતીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કહી શકાય છે.ઉપરાંત કેનેડા સરકાર દ્વારા હવે પીઆર પ્રોસેસને પણ વધુ ફાસ્ટ કરાતા ૬થી૮ મહિનામાં પરમેનન્ટ વિઝા મળી શકશે. કેનેડીયન ઈમીગ્રેશન દ્વારા ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ સાથે અન્ય બે પ્રોગ્રામ ફેડરલ સ્કીલ્ડ ટ્રેડર્સ પ્રોગ્રામ અને કેનેડિન એક્સપીરિયન્સ ક્લાસમાં પણ એપ્લિકેશન લિમિટ જાહેર કરી છે જે અનુક્રમે ૫૦૦૦ અને ૮૦૦૦ લિમિટ રાખવામા આવી છે.આ ત્રણેય પ્રોગ્રામ્સ અંતર્ગત કેનેડિયન ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટ આગામી ૧લી મેથી વિઝા એપ્લિકેશન્સ લેવાની શરૃઆત કરશે.ઔ
ઈમિગ્રેશન વિઝા આપવાના નામે કન્સલ્ટિંગ કંપનીઓ લૂંટી રહી છે
કેનેડા સહિતના દેશોમાં ઈમિગ્રેશન વિઝા માટે આજે અમદાવાદમાં ૧૦૦થી વધુ કન્સલ્ટીંગ કંપનીઓ એન ઈન્ડિવિઝ્યુઅલ કન્સલ્ટન્ટ આવેલા છે.જેમાં મોટા ભાગે કેનેડામાં પીઆર હેઠળ સ્થાઈ થવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ અને ગુજરાતીઓ વિઝા એપ્લિકેશન ફાઈલ મુકતા હોય છે અને આ ફાઈલ પાસ કરવા તેમજ ઝડપથી વિઝા મેળવવા માટે કન્સલ્ટિંગ કંપનીઓનો સંપર્ક કરતા હોય છે.
પરંતુ આજે અમદાવાદમાં કેટલીક વિઝા કન્સલ્ટિંગ કંપનીઓ જલ્દી વિઝા અપાવી દેવાના અને પોતાના દ્વારા જ ચોક્કસપણે વિઝા મળતા હોવાના નામે અરજદારોને લૂંટી રહી છે. હાલ કેનેડા ઈમિગ્રેશન વિઝા માટેની ફાઈલ પાસ કરવા માટેનો કન્સલ્ટિંગ ચાર્જ ૮૦ હજારથી દોઢ લાખ સુધીનો છે ત્યારે કેટલીક કંપનીઓ અરજદારને કહે છે કે તેઓની પાસે જ ફાઈલ મુકવી અને તેઓ દ્વારા જ તેમને ચોક્કસપણ વિઝા મળી જશે.કેટલીક કંપનીઓ અરજદારને ખોટુ બોલીને કહેતા હોય છે કે તેઓની કેનેડિયન હાઈકમિશનમાં સારી ઓળખાણ છે અને તેઓ જ વિઝા ફાઈલ ઝડપથી પાસ કરાવી શકે તેમ છે.જેથી અરજદારો લલચાઈને ઘણીવાર લાખ્ખો રૃપિયા પણ આપી દેતા હોય છે.આવા લેભાગુ અને છેતરામણા કન્સલ્ટન્ટથી દૂર રહેવાની જરૃર છે કારણકે ઈમિગ્રેશન વિઝા માટે અરજદાર પોતે પણ ડાયરેક્ટ ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટમાં અરજી કરી શકે છે તેમજ કોઈ પણ કન્સલ્ટિંગ કંપની ચોક્કસપણે અરજદારને ઈમિગ્રેશન કે અન્ય વિઝા અપાવી શકતી નથી.અરજદારના ડોક્યુમેન્ટસ અને તેના મેરિટ્સને આધારે જ કોઈ પણ એમ્બેસી તેને વિઝા આપતી હોય છે.