GUJARAT GOVERNMENT LAUNCH JOB INFORMATION APPLICATION.
મોદીએ ભારતીય માટે સ્માર્ટ ફોન એપ્લીકેશન લોન્ચ કર્યું
વર્ષવાર દરેક વિભાગમાં જગ્યા અંગે માહિતી : યુવાનો પસંદગીની જગ્યામાં ભરતી માટે પોતાની લાયકાત કારકિર્દીનું આગોતરૂ આયોજન અત્યારથી જ કરી શકશે
મુખ્યમંત્રી નેરન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાત સરકારમાં આગામી દશ વર્ષ માટે વર્ષવાર દરેક વિભાગમાં ઉપલબ્ધ થનારી જગ્યાઓની ભરતી અને તેના માટે જરૂરી લાયકાતની માહિતી આપતું JOBS IN GUJARAT GOVERNMENT એન્ડ્રોઈડ એપ લોન્ચ કર્યું હતું.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિબાગે, મુખ્યમંત્રીના પ્રેરક માર્ગદર્શનથી આગામી દશ વર્ષ માટે રાજ્ય સરકારના દરેક વિભાગમાં વર્ષવાર જુદી જુદી તમામ જગ્યાઓની ભરતી માટેની સંખ્યા અને લાયકાતોની પ્રક્રિયા સુનિヘતિ કરી દીધી છે અને સ્ટેટ ગર્વમેન્ટ રિક્રુટમેન્ટ કેલેન્ડર બનાવ્યું છે તેના અનુસંધાને સરકારના દરેક વિભાગમાં દરવર્ષે ખાલી જગ્યાઓ અને નવી ભરતી કેટલી સંખ્યામાં ક્યારે થશે અને તે માટે ક્વી લાયકાત જરૂરી હશે તેની વિગતો આ મોબાઈલ સ્માર્ટફોન એન્ડ્રોઈડ એપ Jobs in GOG માં દર્શાવવામાં આવી છે.
સમગ્ર દેશમાં અભૂતપૂર્વ વહીવટી સુધારણાની આ નવતર પહેલરૂપે રાજ્ય સરકારની સેવાઓમાં તમામ વિભાગવાર વિવિધ જગ્યાઓ ઉપર વર્ષવાર ભરતીની આ સુનિヘતિ વિગતો યુવાનોને સરળતાથી એમ-ગર્વનન્સ માટે ઉપલબ્ધ કરનારા મુખ્યમંત્રીએ એપ્લીકેશન લોંચ કરતા જણાવ્યું હતું કે આગામી દશ વર્ષો સુધી સરકારના વિભાગોમાં જે ભરતી થવાની છે તેની અત્યારથી જગ્યા મેળવવા વ્યવસાયી-અભ્યાસ-તાલીમ કારકિર્દીનું આયોજન કરીને જે તે વર્ષમાં પોતાની લાયકાત સાથે સ્પર્ધાત્મક ભરતીમાં સુસજ્જ બની શકશે. ઉદાહરણરૂપે સને ૨૦૧૯માં રાજ્યમાં કેટલા શિક્ષકોની કે નાયબ કલેક્ટરોની ભરતી થશે તેની વિગતો અત્યારતી ઉફલબ્ધ થઈ છે તેથી જેમને શિક્ષક કે નાયબ કલેક્ટર બનવું હોય તે અત્યારથી પોતાની કારદિર્દીનું આયોજન કરી શકશે. આ સુવિધા રાજ્ય સરકારના દરેક વિભાગોમાં બધી જ ભરતીની જગ્યાઓ માટે વર્ષવાર દશ વર્ષ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી નિવાસ સ્થાને સવારે નરેન્દ્ર મોદીના હસ્તે એન્ડ્રાઇડ બેઝ એપ્લીકેશનનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે યુવક-યુવતીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. વાત જાણે એમ છે કે, તેમણે એક એન્ડ્રોઇડ બેઝ મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરી છે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સવારે સામાન્ય વહિવટ વિભાગના અધિકારીઓની હાજરીમાં એપ્લીકેશન લોન્ચ કરી હતી. હવે યુવક-યુવતીઓ ગુજરાતમાં નવી જગ્યાઓની માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે. તેઓ આ એપ્લીકેશનની મદદથી કેટલી જગ્યાઓ છે, શું પે સ્કેલ છે. તેમાં શું છૂટછાટ આપવામાં આવી છે સહિતની તમામ વિગતો મેળવી શકશે.