મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સરકાર તેના પહેલા જ બજેટથી સરકારી નોકરીઓ માટે જાહેરાતો કરવા જઇ રહી છે. ગુજરાતમાં લગભગ આઠ વર્ષના લાંબા ગાળા પછી વર્ગ-૧ અને વર્ગ-૨ના ખાલી પદો માટે ભરતી અભિયાન આરંભાશે. પહેલા તબક્કે પોલીસ, મહેસૂલ, પંચાયત, આરોગ્ય, પુરવઠા અને સહકાર જેવા વિભાગોમાં ૩૫૧ ઓફિસરોની ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ- જીપીએસસી ટૂંક જ સમયમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને યુવા બેરોજગારોને આકર્ષશે. જીપીએસસીને વર્ગ-૧ની ૫૯ અને વર્ગ-૨ની ૨૯૨ જગ્યા ભરવા મંજૂરી આપી દેવાઈ છે. ૮ વર્ષ પછી ભરતી અભિયાન આરંભનાર સરકારે ઉંમરની મર્યાદામાં કોઈ જ છૂટછાટ જાહેર કરી નથી. જૂના નિયમ મુજબ વય મર્યાદા ૩૦ વર્ષ સુધીની જ રહેશે. અનામતનો ક્વોટા યથાવત રહેશે. નોંધનીય છે કે, યુપીએસસીએ તાજેતરમાં સિવિલ સર્વિસિઝ માટે ૩૨ વર્ષની વયમર્યાદા જાહેર કરી છે.
નાણાં વિભાગના સત્તાવાર સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આગામી ૧૦ વર્ષમાં રાજ્ય સરકારના ૨૬થી વધારે વિભાગો, ૫૩થી વધારે બોર્ડ- નિગમ અને કોર્પોરેશન, ગ્રાન્ટેડ સંસ્થાનો, એકમોમાં ૨.૫૩ લાખ જગ્યા ભરવામાં આવશે. જેમાંથી ૧.૫૩ લાખ જગ્યા સરકારી વિભાગો અને ૧ લાખ બોર્ડ- કોર્પોરેશન જેવા એકમોમાં દર વર્ષે તબક્કાવાર ભરવામાં આવશે. તેના માટે ''ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ કેલેન્ડર'' પણ તૈયાર કરી દેવાયુંુ છે. ટેકનોલોજી, ઈ-ગર્વનન્સને કારણે સરકારમાં બદલાયેલી સિસ્ટમ, મહિલા બાળ કલ્યાણ, ન્યુટ્રીશન પ્રોગ્રામ, સ્કિલ ડેવલપમેન્ટ, પર્યાવરણ, કોસ્ટલ રિઝિયન જેવા અનેક નવા વિભાગો-પ્રભાગોને ધ્યાને લઈને તૈયાર થઈ રહેલી નવી કેડરો માટે વર્ષ ૨૦૧૪ના અંત સુધીમાં ગુજરાત સરકાર ૩૬,૦૦૦ જેટલી જગ્યાઓ ભરશે. સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યુંુ હતુંુ કે ''આ વર્ષે ૧૬,૦૦૦ નોકરીઓ માટેનું પ્લાનિંગ થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલાથ