HIGH COURT E FIX PAGAR ANGE
GUJARAT SARKAR NI AAKRI TIKA
ગુજરાતની ફિકસ પગારની પધ્ધતિ કર્મચારીઓના શોષણ સમાન: હાઈકોર્ટની કડક ટીકાગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ફિકસ પગાર પર કામે લગાડવાની પધ્ધતિની કડક ટીકા કરતા જણાવ્યું હતું કે આ પધ્ધતિથી કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. કોન્ટ્રાકટ પર રાખવામાં આવતા લોકો સાથે રાજય સરકારનું વલણ યોગ્ય નથી જણાતું.સાબરકાંઠાથી અરવલ્લી જિલ્લામાં રેવન્યૂ અધિકારી-ડેપ્યુટી મામલતદાર અશ્ર્વિન પટેલની બદલી કરવામાં આવતા પટેલે આ બદલીને પડકારતા જણાવ્યું હતુંકે પૂરો પગાર અને તમામ ફાયદા મેળવતા કાયમી કર્મચારીની બદલી કરવાને બદલે મારી બદલી કરવામાં આવી છે. મને નવી જગ્યાએ સ્થાયી થવા જેટલો પૂરતો પગાર પણ મળતો નથી.જસ્ટીસ હષર્િ દેવાણીએ પટેલની બદલીનો ઓર્ડર રદ કરતાં સરકારના ફિકસ પગારના માળખાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. સરકારી નોકરીમાં આ પધ્ધતિનો પ્રથમ પાંચ વર્ષ સુધી અમલ કરવામાં આવે છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે લોકો પાસેસમાધાન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અને કોઈ પણ અન્ય ફાયદા મેળવ્યા વિના સરકારી નોકરી કરવી પડે છે તે શોષણછે.અદાલતે વધુમાં નોંધ્યું હતું કે નિયમિત કર્મચારીઓ પૂરા પગાર ધોરણ ઉપર રહેવાની સુવિધા, ઘરભાડુ જેવા ભત્થા મેળવતા હોય છે જયારે કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારી માત્ર ફિકસ પગાર મેળવે છે અને બાકીની સુવિધાઓ તેમણે પોતાના ખર્ચે મેળવવી પડે છે.ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારને આ પધ્ધતિ સંશોધિત કરવા નિર્દેશ આપતા જણાવ્યું હતું કે ફિકસ પગાર પર કામે લગાડવાની પધ્ધતિ ગેરબંધારણીય છે અને શોષણ સમાન છે. જો કે ગુજરાત સરકારે આ નિર્દેશનું પાલન કર્યુ નથી અને પધ્ધતિચાલુ રાખી છે અને હાઈકોર્ટના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે જે ત્યાં પેન્ડિંગ છે. By Aajkaal News