TALATI NA FORM BHARVANI WEBSITE J NATHI KHULTI...!!!

સર્વર ડાઉન થતાં તલાટીના ફોર્મ ભરવા ભારે તકલીફ
સર્વર દિવસમાં અડધો કલાક માંડ ચાલુ થાય છે : તલાટી-કમ-મંત્રીની જગ્યાઓ ભરવાની જાહેરાતો આવ્યા બાદ ફોર્મની પ્રક્રિયા ચાલી રહી છે : સર્વરના લીધે તકલીફ
અમદાવાદ, તા. ૩૦,શિક્ષિત બેરોજગારને નોકરીનું કોઈ કિરણ દેખાતું નથી હોતું તેમાં પણ સરકારી ભરતી આવી એટલે તેના ફોર્મ ભરવા અને તૈયારી કરવા એવી દોટ મુકી કે જાણે જીદંગી અને મોતનો સવાલ હોય પરંતુ સરકારી જગ્યાઓ માટે પરીક્ષા આપવા પહેલા હવે ઓનલાઈન ફોર્મ અને ઓનલાઈન પૈસા ભરવું તે મોટી પરીક્ષાથી કોઈ કમ નથી. પરીક્ષા આવેદનપત્રની તારીખો જાહેર થયાની સાથે જ સર્વરો રિસાઈ જાય છે. પરીણામે તલાટીના ફોર્મ ભરવા માટે અફડા-તફડીનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ તલાટી-કમ-મંત્રીની જગ્યાઓ ભરવાની જાહેરાતો આવી છે જે ફોર્મ ભરવાનું તા. ૧૭ જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. પરંતુ જે દિવસથી વેબસાઈટ પર આ ફોર્મ મુકાયું છે ત્યારથી મોટાભાગે તેનું સર્વર ડાઉન હોય છે. વિદ્યાર્થીઓ ફોર્મ માટે કલાકો અને દિવસો સુધી બેસી રહે છે. ભુલચકે ફોર્મ ખુલ્લે અને ભરાઈ જાય તો બીજી કસોટી શરૂ થાય ફોર્મ ભર્યા બાદ નીકળેલી પહોંચ લઈ પોસ્ટ ઓફીસ ઓનલાઈન પૈસા ભરવાના અહીંનું સર્વરને તો હંમેશા માટે શ્રાપ હોય તેમ વિદ્યાર્થીઓ પૈસા ભરવા માટે કલાકો સુધી લાઈનો લગાડે છે. અડધો-એક કલાક સર્વર ચાલુ થાય તો ૫૦-૧૦૦ વિદ્યાર્થીઓ પૈસા ભરાઈ જાય આવી જટીલ કસોટીઓ પાર કરી પરીક્ષાની તૈયારી કરવાની આમા સૌથી વધુ ખરાબ હાલત ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓની થાય છે. તેઓ આખો દિવસ ફોર્મ ભરવા માટે આમથી તેમ ભટકે છે, પરંતુ મેળ ન પડે અને સાંજે ગામડે ચાલ્યા જાય બીજા દિવસે ફરી તે જ કસરત ચાલુ જેના કારણે પૈસા, માનવ કલાકોનો ભયંકર વેડફાટ થાય છે.
માથાકુટમાં પડતાં નથી સાયબર કાફે સંચાલકો
અમદાવાદ, તા. ૩૦,તલાટી-કમ-મંત્રીના ફોર્મથી જામનગરના સાયબર કાફે સંચાલકો પણ કંટાળ્યો છે. તેમણએ હવે તો પોતાની દુકાનની બહાર સર્વર ડાઉન છે. ફોર્મ ભરાતા નથી વગેરે બોર્ડ મારી દીધા છે. તેમને કહ્યું છે કે, વિદ્યાર્થીઓ હેરાન થાય અમને હેરાન કરે તેનો મતલબ જ નથી. આ સાઈટો ખુલવી હોય તો ખુલે તેવી છે ૫૦૦ ટ્રાય પછી નશીબ જોગે નંબર લાગે એટલે આવી માથાકુટમાં પડતા નથી.