GOOD NEWS FOR VIKALP CAMP :- સ્નાતક લાયકાત ધરાવનાર શિક્ષકો ને અપાર પ્રાયમરીમાં સમાવેશ કરશે .
પ્રાથમિક શિક્ષકોને ઉ.પ્રાથમિકમાં સમાવાશેરાજ્યના પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચપ્રાથમિકમાં સમાવવાનો મહત્ત્વનો નિર્ણયરાજ્ય સરકારે લીધો છે. આ બાબતે છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષક સંઘની માગણીઓ હતી. આ માગણીને રાજ્ય સરકારેસ્વીકારી લીધી હોવાનો દાવો ગુજરાતરાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કર્યો છે. દરમિયાન દેશના તમામ રાજ્યોના પ્રાથમિક શિક્ષકોનો એક વર્કશોપ તા. ૨૬ ફેબ્રુઆરીએ યોજવામાં આવ્યો છે. આ વર્કશોપમાં મુખ્યમંત્રી નરેન્દ્રમોદી હાજર રહેશે. રાજ્ય સરકાર લોઅરપ્રાઈમરીમાં નોકરી કરતા શિક્ષકો સ્નાતકસાથે પીટીસી કે તાલીમી શિક્ષણ મેળવ્યું હોય તો તેમને અપર પ્રાઈમરીમાં સમાવવા સરકાર સહમત થઇ હોવાનું પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદુભાઇ જોષીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઉ. પગાર ધોરણ બાબતે પણ સરકારે
સહયોગ આપવાની ખાતરી આપી છે.